ગુજરાત
વિકિપીડિયા થી
સ્થાપના દિવસ | મે ૧, ૧૯૬૦ |
રાજધાની | ગાંધીનગર |
ગવર્નર | નવલ કિશોર શર્મા |
મુખ્ય મંત્રી | નરેન્દ્ર મોદી |
ક્ષેત્રફળ | ૧૯૬,૦૨૪ કિ.મી.² |
વસ્તી - કુલ ગીચતા |
૫૦,૬૦૦,૦૦૦ (૨૦૦૧) ૨૫૮/કિ.મી.૨ |
વસ્તી વધારો (૧૯૯૧-૨૦૦૧): | ૨૨.૪૮% |
ભણતર | ૭૦% (૨૦૦૧) |
ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં પાકિસ્તાન, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસીત પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની રાજધાની ગાંધીનગર છે.
ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧,૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી.
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ.
Contents |
[ફેરફાર કરો] ઇતિહાસ
[ફેરફાર કરો] પૌરાણિક ગુજરાત
વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણીક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રીકૃષ્ણે ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.
[ફેરફાર કરો] ઐતિહાસિક ગુજરાત
લોથલ તથા ધોળાવિરા માંથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપાર ના કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષીણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રિલ સુધી તે બૃહદ્ મુંબઈ રાજ્યનો ભાગ હતું.
[ફેરફાર કરો] પશ્ચિમી શાસન
યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ગુજરાતના દરિયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટન એ સુરતમાં એક ફૅક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮ માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. પણ મોટાભાગના ગુજરાતનું અનેક નાના નાના રજવાડાઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું. વડોદરાના મરાઠા ગાયકવાડ નો આ રજવાડાંઓમાં સમાવેશ થાય છે. આ રજવાડાંઓ જનતા પર રાજ કરતા પણ અંગ્રેજી હકુમત માનતા.
[ફેરફાર કરો] ભારતની આઝાદી પછીનું ગુજરાત
૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું હતું. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગર પર રાજધાની ખસેડવામાં આવી હતી.
ઇ.સ. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ માં ગુજરાતનાં ગોધરાનાં રેલ્વે સ્ટેશનથી ત્રણ કિલોમીટર દૂર હિન્દુ રામ ભક્તો પર થયેલા હુમલાઓનાં કારણે કોમી તોફનો થયાં.
[ફેરફાર કરો] ભૂગોળ
ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.
ગુજરાત નુ વાતાવરણ મૉટે ભાગે શુષ્ક ,અને ઇશાન દીશા માં રણ જેવું છે.ગુજરાત પાસે ૧૬૦૦ કિ.મી. નો દરિયા કિનારો છે, જે ભારત ના બધા રાજ્યો માં પહેલા નંબર નૉ લાંબો દરિયા કિનારો છે. આ દરીયાકીનારો કચ્છના અખાત અને ખંભાતના અખાતથી બનેલો છે.
[ફેરફાર કરો] શહેરો
ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી,વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર
ગુજરાતના જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | તાપી | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |
ભારત ના રાજ્યો | ![]() |
---|---|
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાંચલ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડૂ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | |
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ |